Friday 11 May 2018

Rahul02

'પ' પ્લાસ્ટિક નો 'પ' 


                 મને ખાતરી છે કે આપણામાંથી ઘણાં લોકો આ બાબતે અજાણ હશે...... અને હા થોડીક મીનીટોમાં જાણશે પણ ખરા...!!!

Image result for symbol of recycled plastic


            શું આપે ક્યારેય પ્લાસ્ટિકની વસ્તુઓ પર આવા કોડનું   નિરિક્ષણ કર્યું છે? આ કોડ બોટલ કે ડબ્બાની ઢાંકણના અંદરના ભાગમાં કે નીચેના ભાગમાં છાપેલા હોય છે. આ કોડ દ્વારા બોટલની ક્વોલિટી અને તેને યૂઝ કરવાની જાણકારી મળે છે. પ્લાસ્ટિક બોટલને બનાવવામાં ટૉક્સિક (ઝેરી) કેમિકલ્સનો ઉપયોગ થાય છે. આ કેમિકલ્સ દરેક બોટલમાં એક સરખું ઉપયોગમાં નથી લેવાતું.

           એટલે કે દરેક પ્લાસ્ટિક બોટલથી ખતરો જરૂરી નથી. જેને માટે બોટલની પાછળ એક કોડ આવેલ હોય છે. આ કોડને જોઇને આપ બોટલને યૂઝ કરવા મામલે પણ વિશેષ માહિતી મેળવી શકો છો.

          પ્લાસ્ટિકની લગભગ દરેક બોટલની નીચે કોડની સાથે PETE અથવા PET લખેલું હોય છે. આનો મતલબ એ થાય છે કે બોટલમાં પોલિથિલીન ટેપેક્થાલેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ બોટલનો ઉપયોગ ફરીથી કરવામાં આવ્યો ત્યારે તે કેમિકલ શરીરમાં જઇને કેન્સર જેવી ઘાતક બીમારી પેદા કરી શકે છે.

#નંબર-1:

જો બોટલની નીચે 1 નંબર લખેલ છે તો તેનો મતલબ એવો થાય છે કે બોટલને માત્ર એક વાર જ યૂઝ કરવામાં આવેલ છે. મિનરલ વોટરની બોટલ પાછળ આ નંબર હોય છે. એટલે આ બોટલ પર CRUSH THE BOTTLE AFTER USE લખેલ હોય છે.
આ બોટલ એક્સપાયરી થઇ ગયા બાદ ઉપયોગમાં લેવી જોઇએ નહીં.

#નંબર-2:

જો બોટલની નીચે 2 નંબર લખેલ છે તો આ બોટલ પૂરી રીતે સેફ છે. આમાં હાઇ-ડેન્સિટી પોલીથીન (HDPE)નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ 2 નંબરની બોટલને આપ વારંવાર યૂઝ કરી શકો છો.

#નંબર-3:

             જો બોટલની નીચે 3 નંબર લખેલ હોય તો આ બોટલનો ઉપયોગ તમે તુરંત જ બંધ કરી દો. આ પ્રકારની પ્લાસ્ટિક બોટલમાં V અથવા PVCનો ઉપયોગ કરવામાં આવે છે. આ બોટલથી અનેક બીમારીઓ થતી હોય છે. ખાસ કરીને પ્રેગ્નેન્ટ લેડીને ગર્ભપાત થઇ શકે છે.

#નંબર-4:

             જો બોટલની નીચે 4 નંબર લખેલ છે તો આ બોટલ સંપૂર્ણ રીતે સેફ છે. જેથી આ બોટલને આપ વારંવાર યૂઝ કરી શકો છો. આ બોટલને બનાવવામાં LDPEનો ઉપયોગ થાય છે.

#નંબર-5:

             હવે જો બોટલની નીચે 5 નંબર લખેલ છે તો આ બોટલ સંપૂર્ણ રીતે સેફ જ છે. આ બોટલને બનાવવામાં PP(Polypropylene)નો ઉપયોગ કરવામાં આવે છે. મોટે ભાગે આનો ઉપયોગ આઇસ્ક્રીમ કપ અથવા બોક્સમાં કરવામાં આવે છે.

#નંબર-6 અને 7:

             આપ જે પણ પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરી રહ્યાં છો તેની પાછળ જો 6 અથવા તો 7 નંબર લખેલ છે તો તેને તુરંત જ બંધ કરી દો. 6 નંબરવાળી પ્લાસ્ટિક બોટલમાં પોલીસ્ટાઇન અને 7 નંબરની બોટલમાં BISPHENOL-A (BPA)નો ઉપયોગ થાય છે. આ બંનેનાં ઉપયોગથી કેન્સર સહીત કેટલીક ગંભીર બીમારીઓ થવાની શક્યતા છે.

No comments:

Post a Comment